Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:14 - કોલી નવો કરાર

14 હું તમને શરમાવવા હાટુ આ વાતો નથી લખતો, પણ મારૂ હેતુ તમને નિયમોનું પાલન કરવા હાટુ છે કેમ કે તમે મારા બાળકોની જેમ છો જેઓને હું હાસીન પ્રેમ કરું છું જેઓને સેતવણી આપું છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:14
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જાગતા રયો, અને સ્મરણ કરો કે હું ત્રણ વરહ હુધી રાત દિવસ આહુડા પાડી પાડીને, બધાયને સેતવણી દેતો રયો.


જાગરૂત થાવ, ન્યયીપણાથી જીવો અને પાપ કરવુ નય; કેમ કે, ઘણાય લોકો પરમેશ્વર વિષે અજ્ઞાની છે; આવું હું તમને શરમાવા હાટુ કવ છું.


ભલે તમને મસીહમાં દસ હજાર શિક્ષકો હોવ, તો ઈ તમારા ઘણાય બાપ નથી; કેમ કે મસીહ ઈસુમાં, હારા હમાસાર દ્વારા હું તમારો બાપ બન્યો છું.


ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.


હું તમને શરમાવા હાટુ ઈ કવ છું શું કે, તમારા લોકોમાં એક પણ હમજદાર માણસ નથી, જે સાથી વિશ્વાસીઓની વશે ન્યાય કરી હકે છે?


પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.


હું તમારુ દાન ઈ હાટુ નથી લય ગયો, કેમ કે હું તમને પ્રેમ કરું છું અને પરમેશ્વર જાણે છે કે, હું તમને કેટલો પ્રેમ કરું છું .


કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.


હું તમને ગુનેગાર ઠરાવવા હાટુ આ વાતો નથી કેતો, કેમ કે, મેં તમને પેલાથી જ કીધું હતું કે, અમે તમને બોવ જ પ્રેમ કરી છયી, અમે તમારીથી જુદા નથી થય હકતા જેમ કે, આપડે જીવતા રેયી કે મરી જાયી.


આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.


તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય.


હું ઓનેસિમસને લીધે તને વિનવણી કરું છું, જે મારા દીકરાની જેવો છે. જઈ હું જેલખાનામાં હતો ન્યાથી ઈ મસીહમા મારો દીકરો બની ગયો.


મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.


જઈ પણ હાંભળુ છું કે, ઈ લોકો જે મારા બાળકો જેવા છે, ઈ એવી રીતે જીવે છે, જે ખરેખર પરમેશ્વરે આપણને દેખાડયું છે. આ મને હજી પણ વધારે રાજી કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ