Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:10 - કોલી નવો કરાર

10 મસીહ હાટુ અમે લોકો મુરખ પણ તમે મસીહમાં બુદ્ધિશાળી છો! અમે નબળા પણ તમે શક્તિશાળી છો! અને તમે માન પામનારા અને અમે અપમાન પામનારા થયા છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:10
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.


તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે.


“જે કોય તમારુ હાંભળે છે, ઈ મારું હાંભળે છે, જે કોય તમારો નકાર કરે છે; ઈ મારો નકાર કરે છે, જે કોય મારો નકાર કરે છે, ઈ મને મોકલનારનો નકાર કરે છે.”


કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતાં કે, અમે ન્યાયી છયી, અને બીજાને નકારતા હતાં, તેઓને પણ ઈસુએ આ દાખલો કીધો કે,


તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.


તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.


જેવી ઈ લોકોએ મરેલામાંથી જીવતા થાવાની વાત હાંભળી, તો એનામાંથી થોડાક લોકો ઠેકડી કરવા લાગ્યા, અને થોડાકે કીધું કે, “આ વાત અમે તારાથી પાછા ક્યારે હાંભળી,”


જઈ એવી રીતે પાઉલ જવાબ દય રયો હોય, તઈ ફેસ્તસ રાજ્યપાલે જોરથી રાડ નાખીને કીધું કે, “હે પાઉલ, તુ ગાંડો છો, વધારે ભણવાથી તુ ગાંડો થય ગયો છો.”


અને લોકોને મારા વિષયમાં કેવાના કારણે, એને કેવા-કેવા દુખ સહન કરવા પડશે, ઈ હું એને બતાવય.”


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


પરમેશ્વરની ઈ મુરખતાભરી યોજના માનવ યોજનાઓમાં બધાય બુદ્ધિશાળીથી હમજદાર છે, અને પરમેશ્વરની નબળાય માણસની બધાયથી મોટી તાકાતથી ક્યાય વધારે મજબુત છે.


તો, કોય પણ વિશ્વાસી જે વિસારે છે કે, ઈ પોતાના વિશ્વાસમાં સુરક્ષિત છે ઈ હાટુ સાવધાન રેય કે, જેથી લાલસમાં આવીને પાપમાં નો પડે.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


ખરેખર હું તમારા લોકોની વસે રેતી વખતે નબળાય, ભયમાં અને બીય ગયેલો હતો.


ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.


ઈ વખતે મે તમને પરમેશ્વરનાં સંદેશનું ખાલી શિક્ષણ જ શિખવાડયું કેમ કે, જેમ એક માણસ બાળકોને પીવડાવવા હાટુ દૂધ આપે છે. એવી જ રીતે મે પરમેશ્વરનાં વચનની ઊંડી હાસાયોને નથી શિખવાડી, જે એક ભારે ખોરાકની જેમ છે કેમ કે, તમે એની હાટુ તૈયાર હતા નય.


તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ.


કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”


તમે હમજદાર છો તો તમે રાજીથી મુરખાઓને સહન કરો છો.


જઈ કોય નબળા હોય છે તો હું પણ એની હારે નબળાય અનુભવું છું, અને જય કોય પાપમાં જીવન જીવે છે તો મને એના પ્રત્યે ગુસ્સો થાય છે.


જઈ આપડે નબળા છયી, અને વિશ્વાસમાં બળવાન હોય, તો આપડે રાજી થાયી છયી, અને આવી પ્રાર્થના પણ કરી છયી કે, તમે વિશ્વાસમાં પુરેપુરા થય જાવ.


એમ અમારામાં મોત કામ કરે છે, પણ તમારામાં જીવન કામ કરે છે.


અમને માન મળ્યું, અને અમારી નિંદા હોતન થય; અપમાન થયુ, અને અમારા વખાણ હોતન થ્યા. અમને ખોટા ગણવામાં આવ્યાં છતાય અમે હાસુ બોલી છયી.


ઈ કારણથી જે આ નિયમોને નથી પાળતા ઈ કોય માણસના નય પણ પરમેશ્વરનાં નિયમોને નથી માનતા, જે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપ્યો છે.


જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ