ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.
પણ તમારામાંથી હરેકને પોતાની જાતને બીજાની હારે હરખામણી નો કરવી જોયી. દરેક વ્યક્તિએ પોતાના વ્યવહારની તપાસ કરવી જોયી. તઈ પછી જ પોતે જે કાય કરયુ છે એની વિષે ઈ ગર્વ લય હકે.
ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.
હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.
તઈ ઈસુએ કીધુ કે, “જોવ, હું જલ્દી જ આવનાર છું, અને લોકોએ જે પણ કરયુ છે ઈ પરમાણે દરેકને એના કામો પરમાણે વળતર આપવા હાટુ કે, દંડ દેવા હાટુ હું આવી રયો છું”