જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.
હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
અને એણે મને ફરી જવાબ આપ્યો કે, “મારી કૃપા તારી હાટુ પુરતી છે, કેમ કે મારૂ સામર્થ્ય નબળાયમાં સિદ્ધ થાય છે.” ઈ હાટુ હું બોવ રાજીથી પોતાની નબળાયું ઉપર અભિમાન કરું કે, મસીહનું સામર્થ્ય મારી ઉપર રેય.