હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મેં ઈ વાતો તમારી હાટુ દાખલા તરીકે મને પોતાના અને આપોલસને લાગુ કરવામાં આવી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે, જે લખવામાં આવ્યું છે, એની હદ બારે જાવું નય અને એકનાં પક્ષમાં રયને બીજાની વિરુધ કોય અભિમાન કરવુ નય.