22 પાઉલ, આપોલસ, પિતર (કેફા), જગત, જીવન, મરણ, વર્તમાન કે, ભવિષ્યની વાતો; ઈ બધુય તમારુ જ છે;
આંદ્રિયા સિમોનને ઈસુની પાહે લય આવ્યો; ઈસુએ એને જોયને કીધું કે, “તુ યોહાનનો દીકરો સિમોન છે, તુ કેફા એટલે પિતર કા મજબુત પાણો કેવાય.”
હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”
કેમ કે, અમે પોતાને નય, પણ ઈસુ મસીહને પરભુ તરીકે પરગટ કરી છયી, અમે તો ઈસુ મસીહ હાટુ તમારા ચાકરો જ છયી.
જો હું જીવતો રેય તો ઈ મસીહને માન આપવા હાટુ હશે, પણ જો હું મરી જાવ તો મારા હાટુ હારું થાહે કેમ કે, હું મસીહની હારે રેય.