18 ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.
જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.
ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.
કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.
કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.