Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 3:16 - કોલી નવો કરાર

16 પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 3:16
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.


તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.


શું આપડે જાણી છયી કે, આપડે બધાય જેટલાએ ઈસુ મસીહની હારે એકતામાં જઈ આપડે જળદીક્ષા લીધી તો આ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા.


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


પણ જઈ પરમેશ્વરનો આત્મા તમારામા રેય છે, તો તમે પાપીલા સ્વભાવના કાબુમાં નથી, પણ આત્માના કાબુમાં છો, પણ જો કોયનામાં મસીહનો આત્મા નથી તો ઈ મસીહનો નથી.


જો કોય પરમેશ્વરનાં મંદિરનો નાશ કરે તો ઈ પણ પરમેશ્વર દ્વારા નાશ કરી નાખવામાં આયશે કેમ કે, પરમેશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે પોતે જ ઈ મંદિર છો.


કેમ કે અમે પરમેશ્વરનાં સેવકો તરીકે હારે કામ કરનારા છયી; તમે પરમેશ્વરની ખેતી, અને પરમેશ્વરનાં ઘર છો.


તમે અભિમાન રાખો છો ઈ હારું નથી. શું તમે ઈ જાણતા નથી કે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી નાખે છે.


તમે હંમજો છો કે, શાસ્ત્રમાં લગન વિષે આમ લખ્યું છે કે, “બેય એક દેહ બનશે.” તો તમને ખબર હોવી જોયી કે, જે કોય વેશ્યાની હારે મળી જાય છે, તો ઈ વેશ્યાની હારે એક દેહ બની જાય છે.


તમે જરૂર જાણો છો કે, તમારુ દેહ મંદિર છે જેમાં પવિત્ર આત્મા રેય છે, જે તમારામાં વસેલો છે અને તમને પરમેશ્વર તરફથી મળ્યું છે, તમે પરમેશ્વરનાં છો.


તમે જાણો છો કે અન્યાયીઓ પરમેશ્વરનાં રાજ્યનો વારસો મેળવશે નય, તમે ભૂલ નો કરો વળી છીનાળવાઓ, મૂર્તિપૂજકો, લાલસુઓ, ખરાબ કામકરનારાઓ અને માણસ-માણસ વસે દેહીક સંબંધ રાખનારાઓ,


પાક્કી રીતે તમે જાણો છો કે, મંદિરમાં કામો કરનારા માણસોને મંદિરમાંથી પોતાનો નીવેદ મળે છે હાં, જે લોકો બલી સડાવાની જગ્યા ઉપર બલિદાન આપે છે, તેઓ ઈ બલીમાંથી પોતાનો ભાગ મેળવે છે.


તમે જાણો છો કે, શરતમાં દોડનારા બધાય તો ઈનામ હાટુ ધોડે છે, પણ ઈનામ એકને જ મળે છે તમે એવું ધોડો કે, ઈનામ તમને મળે.


પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”


પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.


અને આપડામાં રેવાવાળો પવિત્ર આત્માના સામર્થથી આ હારા હમાસારની રખેવાળી કર, જે પરમેશ્વરે તને હોપા છે.


મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી.


હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.


પરમેશ્વરને ક્યારેય કોયે નથી જોયા, પણ જો આપડે એક-બીજાથી પ્રેમ રાખે, તો પરમેશ્વરનો પ્રેમ આપડામાં બનેલો રેય છે, અને એનો પ્રેમ આપડામા પુરો થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ