Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 3:12 - કોલી નવો કરાર

12 જો મસીહ માણસ હાસો સિદ્ધાંત શીખવાડે છે કે, પરમેશ્વરે જે તેઓને આપ્યુ છે, તો તેઓ ઘર બાંધવાવાળાની જેમ છે જે હોનું, સાંદી અને કિંમતી પાણાઓ એવી હારી ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરીને પાયાનું નિર્માણ કરે છે. પણ તેઓ ખોટા શિક્ષણ શીખવાડે છે, તો તેઓ ઈ ઘર બાંધવાવાળાઓની જેમ હોય છે, જે લાકડું, ખડ અને પૂળયા જેવી ખરાબ ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 3:12
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

આયા લગી કે વિશ્વાસી લોકોને પોતાના ટોળામાંથી લોકો આયશે, જે ચોલાઓને પોતાની વાહે ખેસવા હાટુ ખોટુ શિક્ષણ દેહે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.


આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે.


પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.


જે કોય જુદી પરકારનું શિક્ષણ શીખવે છે અને આપડા પરભુ ઈસુ મસીહના હાસા વચનો અને ન્યાયી શિક્ષણ હારે સહમત થાતો નથી,


રૂપિયાવાળાના ઘરમાં ખાલી હોના ચાંદીના વાસણો રેય છે, એવુ નથી, પણ લાકડાના અને માટીના પણ વાસણો રેય છે, કેટલાક વાસણો ખાસ અવસરો હાટુ, અને કેટલાક વાસણો દરોજ ઉપયોગ કરવા હાટુ હોય છે.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


સદાય શિક્ષણ લેનારી પણ હાસાયનું જ્ઞાન લય હકતી નથી, એવી બાયુઓને પોતાના કાબુમાં કરી લેય છે.


કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.


કોટ મોઘા પાણાથી બનાવવામા આવ્યો હતો, જેને યાસપિસ કેવામાં આવતો હતો શહેર હોનાથી બનાવવામા આવ્યું હતુ, જે સોખ્ખા કાસની જેવુ સમકદાર હતુ.


ઈ હાટુ હું તને સલાહ આપું છું, કે તારે મારાથી શુદ્ધ હોનું વેસાતુ લેવુ જોયી જેથી તુ ખરેખર ધનવાન બની હક. તારે મારાથી પોતાને પેરવા હાટુ સફેદ લુગડા પણ વેસાતી લેવા જોયી જેથી તારો દેહ ઢાકેલો રેય અને તને શરમ લાગે નય અને તારે પોતાની આંખુની સારવાર કરવા હાટુ મારાથી દવા પણ વેસાતી લેવી જોયી જેથી તુ જોય હક.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ