Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 3:10 - કોલી નવો કરાર

10 પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 3:10
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.


“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ.


ઈ હાટુ સાવધાન રે, તારામાં જે અંજવાળું છે એને અંધારું થાવા દેતો નય.


ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.


જઈ આપોલસે નક્કી કરયુ કે ઈ દરિયામાંથી થયને આગળ અખાયા પરદેશમા જાહે, તો વિશ્વાસી લોકોએ હિમંત આપીને જાવા દીધા, અને અખાયા પરદેશમા વિશ્વાસી લોકોને લખ્યું કે, ઈ આપોલસને ગ્રહણ કરે, અને એણે ન્યા પૂગીને ઈ લોકોને વિશ્વાસ વધારવામાં મોટી મદદ કરી, જેઓએ કૃપાના કારણે વિશ્વાસ કરયો હતો.


મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


તો પણ મે કોક-કોક વાતો યાદ અપાવવા હાટુ તમને જે ઘણુય સાહસ કરીને લખ્યું, આ ઈ કારણે થયુ, પરમેશ્વરે દ્વારા જે કૃપા મને આપવામાં આવી છે.


પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો.


આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે.


જો બીજા લોકો એવું માનતા નથી કે, હું પરભુ ઈસુનો ગમાડેલો ચેલો છું, તો તમને ભાઈઓને એવું માનવું જોયી કેમ કે, હું ઈ જ છું જે તમારી પાહે હારા હમાસાર લયને આવ્યો હતો. પરભુ ઈસુમાં તમારો વિશ્વાસ ઈ સાબીત કરે છે કે, હું ખરેખર એનો ગમાડેલો ચેલો છું.


અને આપડે હદથી બારે બીજાના દુખો ઉપર અભિમાન નથી કરતાં, પણ આપડે આશા છે કે, જેમ-જેમ તમારો વિશ્વાસ વધતો જાહે ન્યા-ન્યા આપડે પોતાની હદ પરમાણે તમારી વસે વધારે હારા કામો કરવા પામશું.


એક હારે આપણે એનુ ઘર છયી, જે ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓના પાયા ઉપર બનેલું છે અને એનો ખૂણાનો પાણો પોતે મસીહ ઈસુ છે.


આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું.


વળી આર્ખિપસને કેજો, “જે સેવા પરભુમાં તને આપી દીધી છે એને સાવધાનીથી પુરી કરજે.”


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


તુ પોતાના વ્યવહાર અને લોકોને શું શીખવાડે છે; એમા સાવધાન રે, અને આજ વાતો કરયા કર કેમ કે, એવુ કરવાથી પરમેશ્વર તને અને તારા હાંભળનારાને પણ સજાથી બસાવશે.


કઠણ મેનત કરો જેથી પરમેશ્વર તમને ગમાડી હકે. એક એવા સહાયકારી બનો જેને શરમાવાની જરૂર નથી, અને જે પરમેશ્વરની હાસાયના સંદેશાને હારી રીતે શીખવે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારામાથી બધાય લોકો પરમેશ્વરનાં વચનનું શિક્ષણ આપનારા નો બનો કેમ કે, તમે જાણો છો, કે બીજાની હરખામણીમાં આપડો ઉપદેશકોનો ન્યાય ભારે નજરથી કરવામા આયશે.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


આપડા પરભુની ધીરજને એક તકની જેમ જોવો, જે ઈ તમને આવનાર ન્યાયથી બસાવવા હાટુ આપી રયો છે. આ પાઉલે પણ જે આપડો વાલો સાથી વિશ્વાસુ છે. તમને એક પત્રમાં ઈ જ્ઞાનનો ઉપયોગ કરીને લખ્યું હતું જે પરમેશ્વર એને દેય છે.


તેઓએ શહેરની દીવાલ પાયાની બારે પાણાની ઉપર બનાવી હતી અને દરેક પાણા ઉપર ઘેટાના બસ્સાના બાર ગમાડેલા ચેલાઓમાંના એક-એકનુ નામ લખેલુ હતુ.


ઈ શહેરના પાયાને જુદા-જુદા કિંમતી પાણાથી શણગારેલુ હતુ, પેલા પાયાને યાસપિસ પાણાથી, બીજા નીલમ પાણાથી, ત્રીજો માણેક પાણાથી, ચોથો લીલમ પાણાથી,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ