Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 2:7 - કોલી નવો કરાર

7 પણ જે જ્ઞાનની આપણને વાત કરે છે, ઈ જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન છે જે હતાડેલું હતું. હજી હુધી કોય પણ આ હમજતો નોતો. એનાથી પેલા કે, પરમેશ્વરે પૃથ્વી બનાવી, એણે પેલાથી જ નિર્ણય કરી લીધો હતો કે, એનું જ્ઞાન આપણને મહિમા આપશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 2:7
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


ઈ હાટુ આગમભાખયાઓએ જે કીધુ ઈ પુરૂ થાય, હું મારૂ મોઢું ઉઘાડીને દાખલો કહીશ ને જગતનો પાયો નાખ્યો ઈ વખતથી જે છાના રહીયા છે, ઈ હું પરગટ કરય.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.


પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


આપડો વિશ્વાસ છે, જેથી આપડે જાણી છયી કે, પરમેશ્વરનાં વચનથી આખુ જગત બનાવામાં આવ્યું અને જે જોય હકાય છે ઈ દેખાતી વસ્તુઓથી બન્યું નથી.


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


કેટલીક એવી વાતો છે જે હું ન્યાના વડવાઓને કેવા ઈચ્છું છું કેમ કે, હું પણ તમારી જેવો એક વડવો છું હું પોતે ઈ દુખનો સાક્ષી છું, જે ઘણાય વખત પેલા મસીહે સહન કરયા છે, જઈ ઈ પાછો આયશે, તો હું પણ એની મહિમામાં ભાગીદાર થાય,


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ