કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય.
અને એણે મને ફરી જવાબ આપ્યો કે, “મારી કૃપા તારી હાટુ પુરતી છે, કેમ કે મારૂ સામર્થ્ય નબળાયમાં સિદ્ધ થાય છે.” ઈ હાટુ હું બોવ રાજીથી પોતાની નબળાયું ઉપર અભિમાન કરું કે, મસીહનું સામર્થ્ય મારી ઉપર રેય.