4 મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું.
હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.
કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.
કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.
સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.
પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.
જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.