2 મેં પાકુ કરયુ હતું કે, હું ખાલી ઈસુ મસીહ અને વધસ્થંભ ઉપરનાં મોત વિષે કવ છું.
અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.
ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?
હું પોતે તો ખાલી પરભુ ઈસુ મસીહના વધસ્થંભ વિષે જ અભિમાન કરું છું કારણ કે, ઈસુના વધસ્થંભને લીધે જગત મારી હાટુ મરી ગયુ છે અને હું જગત હાટુ મરી ગયો છું