Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 2:14 - કોલી નવો કરાર

14 પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 2:14
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.”


ઈસુના આટલા બધાય સમત્કારી નિશાનીના કામો તેઓના જોતા કરયા હતાં, તોય પણ તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.


કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


હું બાપના તરફથી તમારી હાટુ એક મદદગાર મોકલીશ, ઈ ઈજ આત્મા છે જે બાપના તરફથી આવે છે અને જે હાસાય પરગટ કરે છે, જઈ ઈ મારી વિષે બતાયશે.


તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.


તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.


લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે.


તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.


જેવી ઈ લોકોએ મરેલામાંથી જીવતા થાવાની વાત હાંભળી, તો એનામાંથી થોડાક લોકો ઠેકડી કરવા લાગ્યા, અને થોડાકે કીધું કે, “આ વાત અમે તારાથી પાછા ક્યારે હાંભળી,”


પણ જો આ વાદ-વિવાદ શબ્દો, અને નામો, અને તમારા નિયમના વિષે છે, તો તમે જ જાણો, કેમ કે હું આવી વાતો ઉપર ન્યાય નથી કરવા માંગતો.”


પણ એની વસ્સમાં ખાલી એના ધરમને લયને અને ઈસુ નામના કોય પણ માણસના વિષયમાં વિવાદ છે, જે મરી ગયો છે પણ પાઉલ દાવો કરે છે કે, ઈ જીવતો છે.


જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે.


પરમેશ્વરની ઈ મુરખતાભરી યોજના માનવ યોજનાઓમાં બધાય બુદ્ધિશાળીથી હમજદાર છે, અને પરમેશ્વરની નબળાય માણસની બધાયથી મોટી તાકાતથી ક્યાય વધારે મજબુત છે.


જઈ દાટવામાં આવે છે તઈ ઈ કુદરતી દેહ હોય છે પણ જઈ જીવતું થાહે, તઈ ઈ આત્મિક દેહ બનશે. જેમ કુદરતી દેહ છે, એમ આત્મિક દેહ હોતન છે.


આત્મિક પેલા આવતું નથી, પણ દેહિક પેલા આવે છે અને પછી જ આત્મિક છે.


પણ આપડે જગતનો આત્મા નય, પણ જે આત્મા પરમેશ્વરની કૃપાથી છે ઈ પામ્યા છયી; જેથી પરમેશ્વરે આપણને જે બાબતો આપી છે ઈ અમે જાણી છયી.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી હારે વાત નય કરી હકુ; જેમ આત્મિક લોકોથી પણ જેમ તે લોકો વડે વાત કરું જેની પાહે પરમેશ્વરની આત્મા છે. પણ મને તમારીથી ઈ લોકોની હારે વાત કરવી પડે છે, જે ખરેખર આ જગતથી સબંધ રાખે છે, એવા લોકો જે મસીહ શિક્ષણોમાં અને તમારી હમજણમાં બાળકોની જેમ છે.


આ જ્ઞાન ઈ નથી, જે પરમેશ્વર તરફથી આવે છે પણ સંસારની અને દેહ, અને શેતાની છે.


પણ તમને મસીહ દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે, અને તમે હાસા શિક્ષણને જાણો છો.


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


આ ઈ જ લોકો છે જે વિશ્વાસુઓને એક-બીજાથી અણબનાવ કરાવે છે ઈ એવા બધાય ખરાબ કામ કરે છે જે ઈ કરવા ઈચ્છે છે પરમેશ્વરની આત્મા એની અંદર રેતી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ