Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 2:10 - કોલી નવો કરાર

10 પરમેશ્વરે પોતાની આત્મા દ્વારા તેઓને આપડી ઉપર પરગટ કરયા છે કેમ કે, આત્મા બધુય ગોતે છે, ન્યા હુધી કે, પરમેશ્વરની ગંભીર વાતો હોતન ગોતે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 2:10
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


ઈ જ વખતે ઈસુ પવિત્ર આત્માથી હરખાયને બોલ્યો કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે. હા ઓ બાપ કેમ કે, તમને એવુ હારૂ લાગ્યુ છે.


પવિત્ર આત્માએ એને બતાવ્યું કે, પરભુ મસીહને જોયા પેલા તુ મરય નય.


પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.


તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.


પણ જો સભામાં જેઓ બેઠા છે તેઓમાંથી કોયને કાય પરગટ થાય, તો પેલાએ બોલવાનું બંધ કરવું.


પોતે એક માણસને છોડીને અને કોય પણ નથી જાણી હકતા કે, ઈ ખરેખર શું વિસારે છે, અને પરમેશ્વર સિવાય આત્માને અને કોય પણ પરમેશ્વરનાં વિસારોને નથી જાણી હક્તા.


કેમ કે, હું માણસની પાહેથી આ પામેલો કે શીખેલો નથી પણ ઈસુ મસીહે મને હાસી રીતે શીખવાડ્યું છે.


જેમ કે, મે ટુંકમાં તમને પેલાથી જ લખ્યું હતું કે, પરમેશ્વરે પોતે મને ઈ ખાનગી યોજનાને પરગટ કરી.


ભૂતકાળમાં પરમેશ્વરે લોકોને આ રહસ્ય પરગટ નથી કરયુ. પણ હવે એને આત્મા દ્વારા આપડા પવિત્ર ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓને એનો ખુલાશો કરયો છે.


પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.


પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.


પણ તમને મસીહ દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે, અને તમે હાસા શિક્ષણને જાણો છો.


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.


પણ થુઆતૈરામાં તમે બાકીના લોકોએ ઈ ખોટા શિક્ષણનું અનુસરણ નથી કરયુ, તમે એમા ભાગ નથી લીધો જેને એના ચેલાઓ શેતાનની ઊંડી વાતો કેય છે. હું તમને કવ છું કે, હું તમારી ઉપર કોય બીજી મહત્વની આજ્ઞા નથી હોપતો, સીવાય એની કે, જ્યાં હુધી હું નથી આવતો ન્યા હુધી મારી ઉપર દ્રઢતાથી વિશ્વાસ કરવાનું સાલું રાખો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ