Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 2:1 - કોલી નવો કરાર

1 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 2:1
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.


અને એને જોયને કે ઈ મને કેય છે કે, “જલ્દી યરુશાલેમ શહેરમાંથી ઉતાવળે નીકળી જા, કેમ કે ઈ લોકો જે આયા છે; મારા વિષેની તારી સાક્ષી માનશે નય.”


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.


કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય.


તે વિશેષ લાયકાતની વિષે જે તેઓએ તમને આપી જે તમને પ્રમાણિત કરે છે કે, મસીહના વિષે સંદેશો હાસો છે.


અને ઈ હાટુ આપડે આ વાતોને બીજા લોકોને બતાવે છે. પણ પવિત્ર આત્માની શીખવાડેલી વાતોમાં, પવિત્ર આત્મા, આત્મિક જ્ઞાનથી આત્મિક શબ્દોમાં કરે છે.


મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું.


પણ જે જ્ઞાનની આપણને વાત કરે છે, ઈ જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન છે જે હતાડેલું હતું. હજી હુધી કોય પણ આ હમજતો નોતો. એનાથી પેલા કે, પરમેશ્વરે પૃથ્વી બનાવી, એણે પેલાથી જ નિર્ણય કરી લીધો હતો કે, એનું જ્ઞાન આપણને મહિમા આપશે.


કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”


પણ જો હું બોલવામાં પૂર્ણ નથી પણ મસીહ અને હારા હમાસાર વિષે મને જ્ઞાન છે, આ જ્ઞાનના વિષે મેં જે શિખવાડયું છે તે બધીય બાબતોમાં સોખવટ કરી છે.


આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


ઈ હાટુ તુ પોતાના પરભુ ઈસુ મસીહના વિષે બતાવાથી કે, મારા વિષે જે હું એની હાટુ જેલખાનામાં છું, શરમાવાનું નથી, પણ પરમેશ્વર દ્વારા દીધેલું સામર્થને પરમાણે હારા હમાસાર હાટુ મારી હારે તુ હોતન દુખ ભોગવ.


અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે.


યોહાને પરમેશ્વરનાં વચન અને ઈસુ મસીહની સાક્ષીની વિષે માહિતી આપી ઈ બધીય વસ્તુની વિષે જે એણે જોયું.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ