પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.
અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ.