5 મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લેય. કારણ કે, હું મકદોનિયામાં થયને ન્યાંથી જાવાનો છું.
જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
કેમ કે, યરુશાલેમ શહેરના સંતોમાં જે ગરીબ છે, એની હાટુ દાન ભેગુ કરવુ ઈ મકદોનિયા પરદેશ અને અખાયા પરદેશના ભાઈઓને હારું લાગ્યું.
જો મારે હોતેન જાવાનું લાયક લાગે તો તેઓ મારી હારે આયશે.
જો પરભુની ઈચ્છા હોય, તો હું તરત જ તમે લોકોને ન્યા આવય અને તઈ ખાલી આ અભિમાનીઓના શિક્ષણોને નય, પણ એનો સામર્થ્યને પણ જાણી લેય.