24 મસીહ ઈસુમાં મારો પ્રેમ તમારા બધાયની હારે હોય. આમીન.
અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”
અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.
નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.
અને તમે જે કાય પણ કરો છો, એમા સદાય બીજા પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડો.
હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી હારે રેય.
પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો; હું પાઉલ અને આપડો સાથી વિશ્વાસી ભાઈ તિમોથી આ પત્ર કરિંથી શહેરની મંડળીના વિશ્વાસીયો અને અખાયા પરદેશના બધાય પરમેશ્વરનાં લોકોની હાટુ લખી રયો છું
હું તમારુ દાન ઈ હાટુ નથી લય ગયો, કેમ કે હું તમને પ્રેમ કરું છું અને પરમેશ્વર જાણે છે કે, હું તમને કેટલો પ્રેમ કરું છું .
હવે હું તમારી હાટુ મારૂ બધુય રાજીથી ખરસ કરય, એટલુ જ નય હું પોતાનો જીવ પણ ખરસી નાખય. જો હું તમને એટલો પ્રેમ કરું છું, તો શું તમે મને થોડોક પ્રેમ કરશો?
ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું.
કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.