19 આસિયા પરદેશની મંડળીઓને વિશ્વાસીયો ની તરફથી તમને સલામ, આકુલા અને એની બાયડી પ્રિસ્કીલાનો અને ઈ મંડળી જે એના ઘરે સમુહમાં ભેગી થાય છે ઈ હોતેન તમને પરભુમાં સલામ કેય છે.
ન્યા એને આકુલા નામનો એક યહુદી માણસ મળયો, જેનો જનમ પુન્તુસ પરદેશમા થયો હતો, ઈ પોતાની બાયડી પ્રિસ્કીલાની હારે ઈટાલી દેશમાંથી આવ્યો હતો, કેમ કે, કલોડિયસ રાજાએ બધાય યહુદી લોકોને રોમ રાજ્યમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી હતી, ઈ આજ્ઞાને કારણે ઈ કરિંથ શહેરમાં આવ્યા.
ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં બીયા વગર બોલવા મંડયો. જઈ પ્રિસ્કીલા અને આકુલા એની વાતો હાંભળી તઈ એને પોતાના ઘરે લય ગયા, અને પરમેશ્વરનો મારગ એને વધારે હારી રીતે બતાવ્યો.
હું પિતર જે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું, આ પત્ર લખી રયો છું હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોને લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયા પ્રાંતના જુદા જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.