1 કરિંથીઓને પત્ર 16:15 - કોલી નવો કરાર15 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો. အခန်းကိုကြည့်ပါ။ |
અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.
આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.