11 ઈ હાટુ કોય પણ એને અપમાનિત નો કરે, પણ શાંતિથી એને ઈ બધુય આપો જે એને પોતાની યાત્રા હાટુ જરૂરી છે કે, મારી પાહે આવી જાય કેમ કે, ઈ વિશ્વાસીયો ભાઈઓની હારે આવે છે.
ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.
આની લીધે મારી યોજના આ હતી કે, હું તમારી પાહેથી થયને મકદોનિયા પરદેશમાં જાવ, અને ફરી મકદોનિયા પરદેશથી પાછા ફરીને તમારી પાહે આવું, અને તમે યહુદીયા પરદેશ તરફ મારી યાત્રા હાટુ મદદ કરી હકો.
ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.
એનામાંથી થોડાક લોકો જેની મદદ તે કરી છે, તેઓએ આયની મંડળીના વિશ્વાસી લોકોને બતાવ્યું છે કે, તુ પોતાના સાથી વિશ્વાસી લોકોથી કેટલો પ્રેમ કરે છે, હવે મારે તને ઈ કેવાનુ છે કે, તુ ઈ લોકોની મદદ કરવાનું સાલું રાખ, જે તમને છોડીને બીજી જગ્યાએ જાવા માગે છે. આ જ કામ પરમેશ્વરને રાજી કરે છે.