1 હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.
પછી થોડાક દિવસ રયને ઈ એલેકઝાંન્ડ્રિયા શહેરમાંથી વયો ગયો, અને એક બાજુ ગલાતિયા અને ફ્રુગિયામાં પરદેશોમાંથી થાતા બધાય વિશ્વાસી લોકોને વિશ્વાસમા મજબુત કરતો ગયો.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.
ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.