હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
જઈ હું યહુદી ન્યાયનું પાળતો હતો, ઈ મારું જે જીવન હતું એની વિષે તો લોકોએ તમને કીધું છે કે, મેં પરમેશ્વરની મંડળી અને વિશ્વાસી લોકોનો નાશ કરવાની કોશિશ કરી.
પણ તેઓએ વારંવાર હાંભળ્યું કે, ઈ જે આપણને સતાવતો હતો, હવે ઈસુ મસીહને વિષે ઈ જ હારા હમાસારનો પરચાર કરે છે. પેલા ઈ લોકોનો નાશ કરવાની કોશિશ કરી રયો હતો, જે હવે મસીહ ઉપર વિશ્વાસ રાખે છે.