પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.”
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, જે મરી ગયા છે, એના વિષે તમે જાણો, એવુ નો થાય કે, તમે બીજા લોકોની જેમ દુખી થાવ, જેઓને આ આશા નથી કે, મરયા પછી પાછા જીવતા થય જાહે.