58 ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.
વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.
પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.
કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.
મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.
અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.
અમે પ્રાર્થના કરી છયી કે, પરભુ એવુ કરે કે, જેવો અમે તમને પ્રેમ કરી છયી, એમ જ તમે પણ એક-બીજાને પ્રેમ કરો, અને બધાય લોકોની હારે તમારો પ્રેમ હજીય વધે, અને વધતા જાવ.
આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.