અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.
આપડે આ પૃથ્વી ઉપરનાં ઘરમા રેતી વખતે બોજાના લીધે દુખ સહન કરી છયી. કેમ કે, આપડે આ પૃથ્વી ઉપરનાં દેહિક જીવનને છોડવા નથી માગતા પણ પરમેશ્વર આપણને સ્વર્ગીય દેહ આપે એની ઈચ્છા રાખી છયી, જેથી આ દેહિક જીવન જેનું મરણ થાવાનું છે ઈ અનંતકાળના જીવનમાં ભળી જાહે.
આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.
ઈ બધાય લોકોને જેનું નામ જીવની સોપડીમા લખેલુ નોતુ તેઓને આગની ખાયમાં ફેકી દેવામાં આવ્યા, એની પછી હવે કોય મોત નથી હવે અધોલોક નથી કેમ કે, ઈ જેના નામ જીવની સોપડીમા નોતા લખવામાં આવ્યા એને આગના દરિયામાં ફેકી દેવામાં આવ્યા આને જ બીજુ મોત કેવામાં આવે છે જે આગના દરિયામાં દંડ છે.