50 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી ઉપરનાં આપણા દેહ માંસ અને લોહીથી બનેલા છે, અમે સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યમાં પોતાના દેહ હારે રય હકતા નથી. જે મરી હકે છે કેમ કે, ન્યા પણ કોય મોત નથી.
તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.
હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”
તો એવું જ મરેલામાંથી જીવતા ઉઠવું પણ થાહે. તેઓ જે દેહને દાટીદેય છે ઈ એવું દેહ છે જે હડી જાય છે, પણ જઈ ઈ ફરીથી ઉભો થાય છે તો ઈ એક એવું દેહ હશે જે હડતું નથી.
તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.
જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.