43 જઈ આપણા દેહને દાટીદેવામાં આવે જઈ આપણે મરી જાયી છયી, તઈ તેઓ કદરૂપો અને નબળો હોય છે. પણ જઈ તે ફરીથી જીવનમાં પાછો આવે છે, તો તે માનમાં અને સામર્થમાં વધે છે.
એના બદલે, આપડુ દેહ મહત્વનું છે કેમ કે, જેવી રીતે પરમેશ્વરે પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરવા હાટુ પોતાના સામર્થનો ઉપયોગ કરયો હતો, ઠીક એવી જ રીતે ઈ આપણને પણ મરણમાંથી જીવાડશે.
ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.