42 તો એવું જ મરેલામાંથી જીવતા ઉઠવું પણ થાહે. તેઓ જે દેહને દાટીદેય છે ઈ એવું દેહ છે જે હડી જાય છે, પણ જઈ ઈ ફરીથી ઉભો થાય છે તો ઈ એક એવું દેહ હશે જે હડતું નથી.
સુરજનો તેજ અલગ પરકારનું હોય છે, જઈ સાંદાનું તેજ પણ અલગ પરકારનું હોય છે, એમ જ સમકતા તારાઓનો તેજ પણ જુદો હોય છે, કેમ કે, એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદુ હોય છે.
આપડે ઈ મહાન વારસાને મેળવવા હાટુ આગળ તરફ જોયી છયી, જે પરમેશ્વરે પોતાના લોકોની હાટુ રાખ્યો છે. એણે તમારી હાટુ સ્વર્ગમા રાખ્યું છે, જ્યાં ઈ બગડી જાતું નથી, કે ખરાબ થાતું નથી કે નાશ થાતું નથી.