41 સુરજનો તેજ અલગ પરકારનું હોય છે, જઈ સાંદાનું તેજ પણ અલગ પરકારનું હોય છે, એમ જ સમકતા તારાઓનો તેજ પણ જુદો હોય છે, કેમ કે, એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદુ હોય છે.
અને જેવી રીતેથી પૃથ્વી ઉપર જુદા પરકારના દેહ છે, એમ જ સ્વર્ગમાં પણ છે, પણ સ્વર્ગીય દેહમાં એક એવો વૈભવ હોય છે, અને પૃથ્વીના દેહમાં એકબીજા પરકારનો વૈભવ હોય છે.
તો એવું જ મરેલામાંથી જીવતા ઉઠવું પણ થાહે. તેઓ જે દેહને દાટીદેય છે ઈ એવું દેહ છે જે હડી જાય છે, પણ જઈ ઈ ફરીથી ઉભો થાય છે તો ઈ એક એવું દેહ હશે જે હડતું નથી.