37 અને જે કાય પણ તું વાવ છો, એની વૃદ્ધિ પછીથી થાય છે, પછી ઈ ભલે ઘઉંનો દાણા હોય કે, બીજા કોયનો, ઈ તો ખાલી બીજ છે. ઈ છોડવો હશે નય.
રાતે ઈ ખેડુત હુવે ને દિવસે ઈ કામ કરે છે, ઈ બી કોટા કાઢીને વધે, પણ કેવી રીતે વધ્યા ઈ જાણતો નથી.
હે મુરખ, તું પેલા જમીનમાં બીને વાવ, અને જો ઈ મરે નય, તો એને જીવન મળે નય
પણ પરમેશ્વર છોડવાનું રૂપ આપે છે જે ઈ એની હાટુ ઈચ્છે છે. તે દરેક પરકારનું બી પોતાના રૂપમાં વધે છે.
પણ પરમેશ્વર જે મસીહમાં સદાય આપણને વિજયી કરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ બધાયમાં ફેલાવે છે એનો મહિમા થાય.