36 હે મુરખ, તું પેલા જમીનમાં બીને વાવ, અને જો ઈ મરે નય, તો એને જીવન મળે નય
તમે મૂરખ છો? જેને પરમેશ્વરે બાનું બનાવ્યુ એની અંદરનું પણ નથી બનાવ્યુ?
પણ પરમેશ્વરે ઈ માણસને કીધું કે, “અરે મૂરખ! આજે રાતે તારું મોત થાહે, તો ઈ તારી જાત હાટુ ભેગી કરેલી વસ્તુઓ કોની થાહે?”
ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.
હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે.
પોતે બુદ્ધિમાન છે એવું હમજતા તેઓ મુરખ થયા.
અને જે કાય પણ તું વાવ છો, એની વૃદ્ધિ પછીથી થાય છે, પછી ઈ ભલે ઘઉંનો દાણા હોય કે, બીજા કોયનો, ઈ તો ખાલી બીજ છે. ઈ છોડવો હશે નય.
પોતાના સ્વભાવની વિષે ખાસ સાવધાન રયો. મુરખાઓની જેમ નય, પણ બુદ્ધિશાળીની જેમ જીવન જીવો.
પણ હે મૂરખ માણસ, તુ ખરેખર આ નથી ઈચ્છતો કે, હું તને આ સાબિત કરું કે, ભલા કામો કરયા વગર વિશ્વાસ નકામો છે.