મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું દરોજ મોતને ભેટું છું, હું જે કવ છું ઈ ખરેખર હાસુ છે જેમ કે, ઈ પણ હાસુ છે કે, હું ખરેખર રાજી છું કેમ કે, તમે અમારા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.