ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”
પરમેશ્વરે “એને બધાયનો અધિકારી” બનાવ્યો. એનો સોખ્ખો અરથ ઈ છે કે, એના અધિકાર નીસે મુકાણુ નો હોય એવું કાય નથી. પણ અત્યારે આપડે એને બધાય ઉપર રાજ કરતો જોતા નથી.