Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:2 - કોલી નવો કરાર

2 પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:2
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.


તેઓ પરમેશ્વરની સ્તુતિ કરતાં હતાં અને દરોજ બોવ જાજા લોકો ઈસુ ઉપર વિશ્વાસ કરતાં હતાં અને પાછુ વિશ્વાસીઓના જૂથનો ભાગ બની રયાં હતાં.


તઈ સિમોને પોતે પણ ફિલિપના પરસાર ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લયને ફિલિપની હારે રેવા મંડ્યો. જે નિશાનીઓ અને મોટા-મોટા સામર્થ્યના કામ થાતા જોયને સોકી જાતો હતો.


મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.


આયા આપડે જોયી છયી કે, પરમેશ્વર દયાળુ તો છે, પણ હારોહાર કઠણ હોતન છે. જેઓ પડી ગયા તેઓની ઉપર પરમેશ્વરનો કોપ આવ્યો. જો તુ પરમેશ્વરની દયાને વળગી રેય, તો પરમેશ્વર તારી ઉપર દયા સાલું રાખશે, નકર તને હોતન કાપી નાખવામાં આયશે.


જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો.


અને જો મસીહને મડદા માંથી ઉઠાવ્યો નથી, તો જે સંદેશાનો પરચાર આપડે કરીએ છયી અને મસીહમાં તમારો વિશ્વાસ કરવો પણ નકામો છે.


કેમ કે, જે લોકો તારણ મેળવી રયા છે, અને નાશ થાતા જાય છે ઈ બધાયની વસે પોતાનું જીવન પરમેશ્વર હાટુ મસીહની સુગંધની જેમ છે.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


વિશ્વાસુ બન્યા પછી તમે બોવ દુખ ભોગવ્યું. હું હાસીન આશા રાખુ છું કે, આ દુખ નકામાં નોતા.


કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે.


પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, મક્કમ રયો, આ વાતો ઉપર વિશ્વાસ કરતાં રયો, જે જે વાતો અમે તમને શિક્ષણ કે લખેલા પત્ર દ્વારા શીખવી હતી.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


પોતાની આશાની કબુલાતને મજબુતીથી પકડી રાખી; કેમ કે, જે વાયદો પરમેશ્વરે કરયો છે ઈ વિશ્વાસ લાયક રીતે પુરૂ કરશે.


જેથી જે વાતો આપણને હાંભળવામાં આવી એનાથી આપડે કોયદી છેટા જાયી નય, ઈ હાટુ એની ઉપર આપડે વધારે કાળજીથી ધ્યાન આપવું જોયી.


કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ.


મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી.


કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.


હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય કેય કે, હું પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરું છું, પણ ઈ બીજાની હાટુ ભલુ કામ નો કરે તો ઈ કાય કામનો નથી, અને એની જેવો વિશ્વાસ કોયદી એનુ તારણ નય કરી હકે.


એવો જ વિશ્વાસ પણ જો ભલા કામો કરયા વગરના હોય તો એનો આવી રીતનો વિશ્વાસ નકામો છે.


જેમ દેહ જીવ વગર મરેલો છે, એમ જ વિશ્વાસ પણ ભલા કામો વગરનો મરેલો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ