15 જો મડદાને જીવતો કરવામાં આવતો નથી, તો આપણે ઈ કયને પરમેશ્વરને પારખ્યો છે કે, એણે મસીહને જીવતો કરયો હતો, પણ ખરેખર એણે એવું કરયુ નય.
તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.
ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.
અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.
તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.
ગમાડેલા ચેલાઓ બોવ સામર્થથી પરભુ ઈસુને મરેલામાંથી જીવતા થાવાની સાક્ષી દેતા હતાં, અને ઈ બધાયની ઉપર પરમેશ્વરની કૃપા રેતી હતી.
પણ જો મરેલામાંથી જીવતુ ઉઠવાનું નો હોત તો પરમેશ્વરે મસીહને પણ જીવતો ઉઠયો નો હોત.
ઈ હાટુ હું પાછુ કવ છું, જો કોય પણ મરણમાંથી જીવતો નો થાય, તો મસીહ પણ જીવતો ઉઠયો નથી.
પણ હાસુ તો એમ છે કે, પરમેશ્વરે ખરેખર મસીહને મોતમાંથી જીવતો કરયો, આ ખાતરી છે કે, પેલા ઘણાય લોકો જે મરી ગયા છે તેઓને પણ જીવતા કરશે.