10 પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.
કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.
પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.
પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.
હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
કેમ કે, પરમેશ્વર, સુન્નતીઓનો યહુદીઓની વસ્સે એક ગમાડેલો ચેલો થાવા હાટુ પિતરની નિમણુક કરી છે, આ ઈ જ હતો જેણે મને બિનયહુદીઓ વસ્સે ગમાડેલો ચેલો થાવા હાટુ નિમણુક કરયો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી કે, જે પરભુમાં તમારા આગેવાન છે, અને તમારી વસે મેનત કરે છે, અને તમને શીખવાડે છે, એને માન આપો.