ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”
પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.
ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.
આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.
આખુ શાસ્ત્ર ઈ વચન છે જેને પરમેશ્વરે ઈ લોકોના વિસારોમા નાખ્યુ જેને એણે લખ્યું. વળી ઈ ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલને સુધારવા, અને હાસુ જીવન જીવવા શિક્ષણ આપે છે.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.
કેમ કે, તમે પરમેશ્વરનાં સ્વભાવમાં ભાગીદાર થાવા હાટુ છો, તમારે સદાય મસીહ ઉપર વિશ્વાસ કરવાનો કઠણ પ્રયત્ન કરવો જોયી, જે બીજાઓની હાટુ હારુ છે અને તમારે એવા લોકો પણ બનવું જોયી જે હમજદારીથી વ્યવહાર કરવાનું જાણે છે.
એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.
ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.