જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.
હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.