નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.
આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.
એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.
કેમ કે, તમે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલા ખાસ વરદાનો હાટુ એટલો ઉત્સાહ છે, ઈ હાટુ તે વરદાનોની ઈચ્છા કરે જે મંડળીમાં વિશ્વાસીઓના વિશ્વાસને મજબુત કરે,
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.
તેઓ આપડી બધીય મુશ્કેલીઓમાં આપણને આશ્વાસન આપે છે, કે, જેથી આપડે પોતે પરમેશ્વરથી જે આશ્વાસન મેળવી છયી, એના લીધે જેઓ કોય પણ મુશ્કેલીમાં હોય તેઓને આપડે આશ્વાસન આપવા હાટુ શક્તિમાન થાયી.
કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે.
તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.
અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.
મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.
તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.
જેઓના માલિક વિશ્વાસી છે, તેઓ ભાઈ હોવાના લીધે આદર આપે. અને હારી રીતે સેવા કરે કેમ કે, જે લોકો એની સેવાનો લાભ લેય છે, તેઓ વિશ્વાસી જ છે જેનાથી તેઓ પ્રેમ રાખે છે. આ વાતોનો પરચાર કરયા કર અને હંમજાવતો રે.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.
ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.
સ્થાનિક મંડળીમાં ચાકરને શીખવ કે, ઈ સદાય પોતાના માલિકોની આજ્ઞાઓનું પાલન કરે. તેઓને એવુ જ કરવાનું કે, જે તેઓના માલિકોને રાજી કરે, અને તેઓ એના કામો વિષે હામું બોલે નય.
મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.
પણ તમે લોકો જેને હું પ્રેમ કરું છું, પરમેશ્વરની હાસાય જેની ઉપર તમે વિશ્વાસ કરો છો એનો ઉપયોગ કરીને એક-બીજાને મજબુત કરો પવિત્ર આત્મા તમારી દોરવણી કરે કે, કેવી રીતે પ્રાર્થના કરવી જોયી.