28 પણ જો ભાષાંતર કરવાવાળા નો હોય, તો બીજી ભાષા બોલવાવાળા મંડળીમાં શાંતિ રાખે, અને પોતાના મનથી, અને પરમેશ્વરની હારે સાનામાના વાતો કરે.
જો કોય બીજી ભાષા બોલે, તો વધારેને વધારે બે કા ત્રણ માણસ વારાફરથી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવુ જોયી.
આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!
પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.