24 પણ જો બધાય આગમવાણી કરવા મંડશે અને કોય અવિશ્વાસી કા બારે ઉભેલા માણસો અંદર આવી જાય, તો એને દુખ થાહે કે તેઓ પાપી છે, અને તમે જે બોલો છો, એના લીધેથી તેઓ પોતાની રીતે બદલવા માગશે.
નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.
તેઓ લોકો જેઓએ પવિત્ર આત્મા પામી છે તેઓ ઈ બધી વસ્તુઓને હમજી હકે છે જે પવિત્ર આત્મા શીખવાડે છે. પણ જે લોકોની પાહે પવિત્ર આત્મા નથી તેઓ લોકોના વિસારોને હંમજી હકતા નથી જેની પાહે પવિત્ર આત્મા છે.