પછી ઈ ચાકરનો માલીક એવા વખતે આયશે, જઈ ઈ ચાકરે વિસારુ નય હોય કે, માલીક આયશે, અને પછી ચાકરને બોવ ઠપકો આપશે, અને એને બીજા લોકો, જે એની આજ્ઞા પાળતા નથી, એની હારે આઘો કાઢી મુકશે.
કેમ કે, પેલા તો હું ઈ હાંભ્ળુ છું, કે, જઈ તમે મંડળીમાં ભજન કરવા હાટુ ભેગા થાવ છો, તો તમારામાં પક્ષાપક્ષી થાય છે અને મને વિશ્વાસ છે કે, તેઓની થોડી-ઘણી કીધેલી વાતો હાસી છે.