21 શાસ્ત્રમાં લખ્યું છે કે, “બીજી ભાષાઓથી અને અજાણ્યા લોકોના હોઠોથી હું આ લોકોની હારે બોલય, તો પણ તેઓ મારું હાંભળે નય,” એમ પરભુ કેય છે.
ઈસુએ એને પુછયું કે, “શું તમારા શાસ્ત્રમાં નથી લખ્યું કે, મે કીધું તમે દેવ છો?
તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.
બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે.