16 નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.
અને ઈસુના ચેલાઓ ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ લોકોને હારા હમાસાર હંભળાવી. પરભુ ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યુ, અને તેઓની દ્વારા કરવામા આવ્યા સમત્કાર આ સાબિત કરતાં હતાં કે, એનો સંદેશો હાસો હતો. આમીન. જેનો અરથ છે આવુ જ થાય.
તઈ એણે રોટલી લીધી અને પરમેશ્વરનો આભાર માનીને તોડી અને કીધુ કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
પણ, બીજી ભાષામાં બોલે છે, ઈ માણસની હારે નય, પણ પરમેશ્વરની હારે વાત કરે છે, ઈ હાટુ કે કોય એની ભાષાને હંમજી હકતા નથી. કેમ કે, આવો માણસ પવિત્ર આત્માના સામર્થ્યમાં મરમની હાસાયના વિષે બોલે છે.
તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.”