પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.
અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
પણ તમે લોકો જેને હું પ્રેમ કરું છું, પરમેશ્વરની હાસાય જેની ઉપર તમે વિશ્વાસ કરો છો એનો ઉપયોગ કરીને એક-બીજાને મજબુત કરો પવિત્ર આત્મા તમારી દોરવણી કરે કે, કેવી રીતે પ્રાર્થના કરવી જોયી.