Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 14:1 - કોલી નવો કરાર

1 એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 14:1
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.


એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.


અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્મા દ્વારા મળતા વરદાન વિષે તમે અજાણ્યા રયો એવી મારી ઈચ્છા નથી.


જે વરદાનો વધારે હારા છે એને મેળવવાની ઈચ્છા રાખો; તોય પણ હું તમને ઈ કરતાં વધારે હારો મારગ બતાવું છું.


હવે વિશ્વાસ, આશા અને પ્રેમ ઈ ત્રણેય ટકી રેય છે; પણ ઈ ત્રણેયમાં પ્રેમ બધાયથી મહાન છે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


ઈ હાટુ ભાષાઓ વિશ્વાસીઓને નય પણ અવિશ્વાસુઓની હાટુ નિશાની જેમ છે અને આગમવાણી અવિશ્વાસુઓની હાટુ નય પણ વિશ્વાસુઓની હાટુ નિશાનીના રૂપમાં છે.


જો કોય માણસ પોતાની જાતને આગમભાખીયો કે આત્મિક હમજે, તો જે વાતો હું તમારી ઉપર લખું છું કે, તેઓ પરભુની આજ્ઞાઓ છે એવું એને હંમજવુ.


ઈ હાટુ મારા વિશ્વાસી ભાઈઓ આગમવાણી કરવાની ઈચ્છા રાખો, બીજી ભાષાઓમાં બોલવાની ના પાડોમાં.


અને તમે જે કાય પણ કરો છો, એમા સદાય બીજા પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડો.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, મસીહ હારેના આપડા સબંધને કારણે, સ્વર્ગથી આવનાર બધાય આશીર્વાદો દ્વારા એણે આપણને દરેક રીતેથી આત્મિક રીતે મસીહમાં આશીર્વાદિત કરયા છે.


આગમભાખીયાઓની પરગટ કરેલી વાતોને નકામી નો હમજો.


મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી.


અને તમારે નો ખાલી એવી રીતે જીવવું જોયી જે પરમેશ્વરને માન આપે, પણ તમારે એકબીજા ઉપર પોતાના પરિવારના સભ્યોની જેમ પ્રેમ કરવો જોયી અને એવી જ રીતે તમારે બધાય લોકોને પણ પ્રેમ કરવો જોયી.


હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ