3 અને જો હું મારી બધી જ મિલકત ગરીબોને ખવરાવી દવ, અને ન્યા હુધી કે, જો હું મારા દેહને આગમાં આપી દવ, પણ હું લોકોને પ્રેમ નથી કરતો, તો મારી હાટુ બધુય નકામું છે.
ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.
પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”
કેમ કે, દેહિક કસરત કરવાથી દેહને થોડોક ફાયદો થાય છે, પણ પરમેશ્વરની ભગતી બધીય વાતો હાટુ ફાયદાકારક છે કેમ કે, આ એક માણસને હમણાં અને ભવિષ્યમાં ઈ જીવનને મેળવશો, જે પરમેશ્વરે વાયદો કરયો છે.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.